← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મેંદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેંદી મૂકી છે મેં તો હાથે, ને મનમાં મૂક્યો મોર,
રંગ ચડે જેમ જેમ મેંદીનો, તેમ ચડે કોઈનો દોર.

સહિયર પૂછે: ‘નામ લખ્યું છે કોનું હથેળી વચ્ચે?’
હું શરમાઉં, મેંદી બોલે, ઘૂંઘટ પાછળ ગણગણે;
લાલ ગુલાબી રંગે રંગી, રાતી થઈ ગઈ મારી ભોર…
મેંદી મૂકી છે…

માડી કહે: ‘લે, ઝટ સૂકવી દે, કાલે આવે જાન,’
પણ મેંદીને ધીરજ ક્યાં છે? સૂકે તોય ના માને ભાન;
હાથ ઊંચા કરી ફરું ઓરડે, જાણે નાચે મોર…
મેંદી મૂકી છે…

પરાગ કહે: આ મેંદી તો દસ-બાર દિવસમાં જાશે,
પણ જે રંગ ચડ્યો છે મનમાં, એ જનમોજનમ રહી જાશે;
હાથનો રંગ તો ઝાંખો પડે, ના ઝાંખો મનનો ચોર…
મેંદી મૂકી છે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહેલીઆગલો લેખ →ઢાલ