દેવી
નવરાત્રિમાં
આખું ગામ એને પૂજે છે —
દેવી, માતા, શક્તિ.
નવ દિવસ
દીવા, ચૂંદડી, ગરબા,
‘જય અંબે’ના નાદ.
દસમે દિવસે
રાતે નવ વાગ્યા પછી
એ જ ગામની એક છોકરી
ટ્યૂશનથી
એકલી ઘેર પાછી ફરે છે.
ગલીના ખૂણે ઊભેલી આંખોને
ત્યારે
કોઈ દેવી નથી દેખાતી;
બસ,
એક એકલી છોકરી દેખાય છે.
દેવી તો
મંદિરમાં સુરક્ષિત છે;
સવાલ
રસ્તા પરની દેવીનો છે.
– પરાગ રતનપરા