← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દેવી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નવરાત્રિમાં
આખું ગામ એને પૂજે છે —
દેવી, માતા, શક્તિ.

નવ દિવસ
દીવા, ચૂંદડી, ગરબા,
‘જય અંબે’ના નાદ.

દસમે દિવસે
રાતે નવ વાગ્યા પછી
એ જ ગામની એક છોકરી
ટ્યૂશનથી
એકલી ઘેર પાછી ફરે છે.

ગલીના ખૂણે ઊભેલી આંખોને
ત્યારે
કોઈ દેવી નથી દેખાતી;
બસ,
એક એકલી છોકરી દેખાય છે.

દેવી તો
મંદિરમાં સુરક્ષિત છે;
સવાલ
રસ્તા પરની દેવીનો છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખફૂલની ભાષાઆગલો લેખ →સપનું ચાખી જો