← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દેખાય છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હોઠ પર મીઠાશ, ખોટી લાગણી દેખાય છે,
હાથ મળતા, પણ હૃદયમાં માગણી દેખાય છે.

બે રસોડાં, એક આંગણ, ભીંત વચ્ચે ભીંત છે,
ઘર નથી આ, યુદ્ધ કેરી છાવણી દેખાય છે.

ફોનમાં મિત્રો હજારો, તોય આંખે એકલું,
સ્ક્રીન પર ઝળહળ થતી બસ રોશની દેખાય છે.

છે ઘણી ગાંઠો, ભલે સંબંધ રંગીલા હતા,
રંગ ઊડી ગ્યો છતાં એ બાંધણી દેખાય છે.

હૂંફ શોધી આ પરાગે, ને પટારો ખોલતાં,
માત, તારી સાચવેલી ઓઢણી દેખાય છે.

– પરાગ રતનપરા

#ગઝલ #સંબંધો #દેખાડો #પરિવાર #માનીહૂંફ #પરાગરતનપરા
#GujaratiGhazal #Relationships #Pretence #FamilyRifts #MothersWarmth #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરૂબરૂઆગલો લેખ →છે હજી