← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દશેરા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દશેરાએ ઘણા ઊંચા, દશાનન ચોકમાં બાળ્યા,
જલેબી ફાફડા ખાધા, રિવાજો સૌ ખરા પાળ્યા;
વળી પાછા, નજર નાખી ઘરે જાતી સભા સઘળી,
ન એકે રામ દેખાયો, ઘણા રાવણ અમે ભાળ્યા.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખવાંસળીઆગલો લેખ →વાંચીએ