← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દર્પણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ મારો હું જ મેં તો ક્યાંક ખોયો દર્પણે,
ને મને જોનાર મુજ જેવો જ રોયો દર્પણે.

વાળ ધોળા, આંખ ઝાંખી, ગાલ પર રેખા ઘણી,
બાપને મેં આજ પ્હેલી વાર જોયો દર્પણે.

લોકની સામે સજીને રોજ હું જાતો હતો,
આંસુએ મેં રોજ મારો દંભ ધોયો દર્પણે.

ભીડમાં ભાગ્યો સદા હું, જાતથી ભાગ્યો સદા,
જે બધાથી દૂર ભાગ્યો, એ જ મોહ્યો દર્પણે.

આ પરાગે શીખ દીધી: ‘મોહ માયા છે બધું,’
ને પછી આખો સમય પોતે જ સોહ્યો દર્પણે.

– પરાગ રતનપરા

#ગઝલ #દર્પણ #આત્મદર્શન #ઓળખ #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #SelfReflection #Identity #Hypocrisy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવરસાદ નામે છોકરોઆગલો લેખ →શ્વાસનો સહવાસ