← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વરસાદ નામે છોકરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વરસાદ નામે છોકરો, આવ્યો ગામને પાદર રે,
નેવે નેવે નાચ્યો એ તો, ભીંજવી સૌની ચાદર રે.

ખેડુએ જોયો તો એ તો ખેતરમાં જઈ સૂતો,
નિશાળિયાએ જોયો તો એ કાગળની હોડીમાં રૂઠ્યો;
મા એ જોયો તો એ ચૂલે ધુમાડો થઈ ઘૂંટ્યો આદર રે…
વરસાદ નામે છોકરો…

ગોરી એ જોયો તો એ તો ઝાંઝરમાં રણઝણ્યો,
વિરહીએ જોયો તો એ તો આંખેથી ધધૂડ્યો;
ડોશીએ જોયો તો એ તો સાંધામાં કળતો સાદર રે…
વરસાદ નામે છોકરો…

પરાગ કહે: એક જ છોકરો, સૌનો જુદો જુદો,
કોઈને લાગે વહાલો, કોઈને લાગે ઊંધો;
સૌને સરખું ભીંજવે, તોય સૌનો નોખો આદર રે…
વરસાદ નામે છોકરો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછાંયડાનો રસ્તોઆગલો લેખ →દર્પણે