← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દરિયો અને કવિતા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં
મારી કવિતા
દરિયાને વાંચી સંભળાવી.

દરિયો
કશું બોલ્યો નહીં,
બસ
એક મોજું મોકલીને
રેતી પર લખેલું
મારું નામ
ભૂંસી ગયો.

ત્યારે સમજાયું,
એણે
કવિતા પૂરી સાંભળી હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપરચૂરણઆગલો લેખ →તું ખુશ રહે