દર્દની સોગાદ
સર્જનહારે
માણસ ઘડ્યો,
પછી એક પોટલી આપી.
માણસે ખોલી —
અંદર દર્દ.
ગુસ્સે થયો:
‘આ શું?
પંખીને પાંખ,
માછલીને પાણી,
ફૂલને સુગંધ,
ને મને — દર્દ?’
સર્જનહાર હસ્યો:
‘પાંખ તો ઊડી જશે,
પાણી સુકાઈ જશે,
સુગંધ ઊડી જશે…
દર્દ જ એવું છે
જે તને
ગીત ગાતાં શીખવશે.’
ત્યારથી
પંખી ટહુકે છે,
પણ ગઝલ
માણસ જ લખે છે.
– પરાગ રતનપરા