અણસાર
તને શોધ્યો
મૂર્તિમાં —
પથ્થર મળ્યો.
ગ્રંથમાં —
શાહી મળી.
તીર્થમાં —
ભીડ મળી.
પછી એક સાંજે
બાએ
ઊંઘતા બાળકના માથે
હળવેથી
હાથ ફેરવ્યો,
ને બોલ્યા વગર
બારી બંધ કરી —
કે પવન ન લાગે.
એ હાથ
ને એ બારી
વચ્ચેની
ક્ષણમાં
તું હતો.
આકાર વગર,
નામ વગર,
બસ —
અણસાર.
– પરાગ રતનપરા