← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દરવાજો ખોલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરવાજો ખોલ.
કદાચ બહાર વરસાદ હોય,
કદાચ કોઈ પાડોશીનું બાળક
ભૂલું પડ્યું હોય,
કદાચ કોઈ નહીં હોય —
માત્ર પવન.

પવન પણ અતિથિ છે.

દરવાજો ખોલ.
બંધ ઘરમાં
ઉદાસી પણ
પોતાનો જ પડઘો સાંભળીને
થાકી જાય છે.

ને જો બહાર
કોઈ જ ન હોય,
તો તું જ બહાર નીકળ —
કોઈ બીજાના બંધ દરવાજે
ટકોરો બનીને.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખચોરસ આકાશઆગલો લેખ →ખુદા, શુક્રિયા