← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડગે નહીં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પરબત ભલે ડગે, ને ધરતી ભલે ધ્રૂજે,
જેનું મન હરિમાં બેઠું, એ તો ના રે મૂંઝે.

વેરી વાદળ ગાજે, વીજળી કડકે કાળી,
ઘરબાર બધું જાય તો ય એ ઝાલે નામની તાળી;
દુઃખના દરિયે ઊભો એ તો દીવા જેમ ઝૂઝે…
પરબત ભલે ડગે…

નિંદા કરે સૌ ગામ, કહે કોઈ: ‘ઘેલો થ્યો’,
હસીને એ તો બોલે: ‘ભાઈ, ભવ સાવ સસ્તો ગ્યો’;
માન-અપમાન બેઉ એને સરખાં રે સૂઝે…
પરબત ભલે ડગે…

પરાગ કહે: હું ડગું ઘણું, મારો સંશય મોટો,
હરિ, મને ય આપજે એવો ભરોસાનો લોટો;
પવન ફૂંકે, દીવો હાલે, તોય ના એ બૂઝે…
પરબત ભલે ડગે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહાંફે છેઆગલો લેખ →ચકલી ક્યાં ગઈ?