← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચકલી ક્યાં ગઈ?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થોડાં વરસ પહેલાં તો ફળિયે ચકલી ચીં ચીં ગાતી,
હવે મોબાઈલ ટાવરની નીચે ચૂપ થઈ ગઈ છાતી.

નળિયાં વચ્ચે માળો હતો, ને ઓસરીએ દાણા,
બા વેરતી ચોખા ને ચકલી ગાતી’તી ગાણાં;
હવે ધાબાં સિમેન્ટનાં, ક્યાંય ન જડતી ખાતી…
થોડાં વરસ પહેલાં…

અરીસામાં ચાંચ મારી એ લડતી પોતાની સાથ,
અમે હસતાં, બા કહેતી: ‘ના પાડજો એને હાથ’;
હવે અરીસા મોટા થ્યા, ને ચકલી ક્યાંય ન દેખાતી…
થોડાં વરસ પહેલાં…

પરાગ કહે: ચાલો ફરીથી પાણીનું કૂંડું મૂકીએ,
એક ખૂણો ખાલી રાખી, થોડી જગ્યા ચૂકીએ;
કદાચ પાછી આવે, ને ફરી ફળિયું ગાતું થાતી…
થોડાં વરસ પહેલાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખડગે નહીંઆગલો લેખ →સાજન લીમડો