← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દફતર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારું દફતર ભારે ભારે, મારાથી ના ઊંચકાય,
મમ્મી, મારે રમવું છે, પણ ટ્યૂશન ટાઇમ થાય!

એક ચોપડી ગણિતની, ને એક ચોપડી ભૂગોળ,
નકશામાં તો નદીઓ વહેતી, મારે જોવો ગોળ;
વર્ગમાં બેઠો બેઠો મારો પતંગ મનમાં ગાય…
મમ્મી, મારે રમવું છે…

હોમવર્કનો ડુંગર ઊંચો, ઉપર મારી નોટ,
પપ્પા કહે: ‘નેવું આવે,’ મમ્મી કહે: ‘સો પૉઇન્ટ!’
દાદી ધીમે આવી કહેતાં: ‘જા, બકા, રમી આવ ઘડીક ત્યાંય…’
મમ્મી, મારે રમવું છે…

પરાગ કહે: આ દફતરમાંથી એક ચોપડી ઓછી કરજો,
એની જગ્યા પર એક બૉલ ને એક પતંગિયું ભરજો;
બાળપણ જો ભારે થાશે, મોટપ ક્યાંથી હરખાય?
મમ્મી, મારે રમવું છે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆસનઆગલો લેખ →પાનખર