← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આસન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આસને બેસી ગયો તો એ જરી ઊંચો થયો,
આસનેથી ઊઠતાં એ એટલો નીચો થયો;
એક કીડી ટોચ પર ચડતી રહી, બોલી મને:
જે નમીને ચાલતો, બસ એ જ તો સાચો થયો.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખરબરઆગલો લેખ →દફતર