← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દાદાની ડાયરી, મારો બ્લૉગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદાની ડાયરીમાં
પહેલા પાને લખ્યું છે:
‘શ્રી ગણેશાય નમઃ’
ને નીચે
‘આજે ભેંસ વિયાઈ. પાડી આવી.
ગામમાં સાકર વહેંચી.’

મારા બ્લૉગના
પહેલા પાને લખ્યું છે:
‘Welcome to my world!’
ને નીચે
બાર લાઈક,
ત્રણ કૉમેન્ટ,
એક સ્પામ.

દાદાની ડાયરી
કોઈએ વાંચી નથી,
છતાં એ
પચાસ વર્ષથી
માળિયામાં
જીવતી છે.

મારો બ્લૉગ
આખી દુનિયા વાંચી શકે,
છતાં
પાસવર્ડ ભૂલી જાઉં
તો
મારાથી જ નહીં ખૂલે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસૂરજને ખિસ્સામાંઆગલો લેખ →સૌ સૌના માળામાં