← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૩૪૦૬–૩૪૪૦

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૩૪૦૬.
હતું ગામ નાનું, હતા લોક મોટા,
હવે ટાવરો છે, હૃદય સાવ છોટાં.

૩૪૦૭.
અમે ફોનમાં પાંચસો મિત્ર રાખ્યા,
છતાં કાંધ દેવા ન એકેય આવ્યા.

૩૪૦૮.
તને યાદ કરવા ન બેસું કદી હું,
ભુલાતી નથી, એટલે યાદ ક્યાંથી?

૩૪૦૯.
ઘડી આરતીમાં, ઘડી ફોનમાં મન,
હસે દેવ: ‘કોની કરો આરતી, ભક્ત?’

૩૪૧૦.
પરાગે ન રાખી કશી ચીજ પોતે,
હવાને જ સોંપી બધી મ્હેક એણે.

૩૪૧૧.
ભણેલા ઘણા, પણ ગણેલા જ થોડા,
કિતાબો ઘણી, પણ ન વાંચ્યો મનુજ કો’.

૩૪૧૨.
નવો ફ્લેટ લીધો, નવી કાર લીધી,
પછી જિંદગી લોનના નામ કીધી.

૩૪૧૩.
ભલે ભીંત કાચી, હતો પ્રેમ પાકો,
હવે ભીંત પાકી, થયા પ્રેમ કાચા.

૩૪૧૪.
તમે સાથ છોડી ગયાં એ ઘડીથી,
ઘડી તો ચલે છે, સમય ના ચલે છે.

૩૪૧૫.
કળી ખીલતાં ત્યાં પરાગે વધાવી,
હવાએ પછી ગામ આખું જગાડ્યું.

૩૪૧૬.
જમે સૌ, અને આંખ ફોને ઠરેલી,
ન કો’ ‘વાહ’ બોલ્યું, રસોડે રડી મા.

૩૪૧૭.
અમે તો હતા બાગના માત્ર માળી,
ફળો શેઠની થાળમાં જઈ પહોંચ્યાં.

૩૪૧૮.
સવારે અલારમ, દિવસ દોડધામે,
રહી રાતભર સાથ ચિંતા પથારે.

૩૪૧૯.
ઉઘાડો જરા બારણું, ઓ સજનવા,
અહીં ક્યારનો ઝાંપલે ભીંજતો છું.

૩૪૨૦.
બગીચે ઘણાં ફૂલ, ને રંગ નોખા,
પરાગે ગણી મ્હેક સૌની સરીખી.

૩૪૨૧.
ગયા ‘વૉક’ કરવા, સુગંધી પકોડા,
પછી બાંકડે ‘વૉક’ પૂરું થયું ત્યાં.

૩૪૨૨.
હતાં સ્વપ્ન લાખો ઉઘાડી નજરમાં,
પલક બંધ થઈ ત્યાં, ગયાં સૌ, ઉડી ગ્યાં.

૩૪૨૩.
ઘડા સો બનાવ્યા, તરસ સૌ બુઝાવી,
ઘરે તોય એને ઘડો ફૂટલો’તો.

૩૪૨૪.
ભ્રમર ગાય, નાચે પતંગા બગીચે,
પરાગે શરમથી સજાવ્યાં ફળોને.

૩૪૨૫.
ઘરે ઈંટ ઈંટે હતો સ્વેદ એનો,
હવે એ જ ઘરડાઘરે રાહ જોતો.

૩૪૨૬.
ન બોલ્યા કદી, તોય સમજી ગયાં’તાં,
હવે ફોન પર રોજ, પણ સમજ ક્યાં છે?

૩૪૨૭.
ભિખારી ય હસતો, દુઆ દઈ ગયો ત્યાં,
અમીરો ઘણા, પણ મુખે સોગ ઘેરો.

૩૪૨૮.
ઝરે મેહ ઝરમર, ધરાની સુગંધી,
હૃદય પણ તને યાદ કરતાં પલળતું.

૩૪૨૯.
ઘણાં ફૂલ ખીલી ખરી પણ ગયાં છે,
પરાગે હજી ગંધ જીવંત રાખી.

૩૪૩૦.
ખભે દફતરો, ને નયન ભીંજતાં’તાં,
રડે દીકરી, કે રડે બાપ એનો?

૩૪૩૧.
ગયો દાખલો કાઢવા, ત્યાં કચેરી
કહે: ‘કાલ આવો’, થયાં વર્ષ દસ ત્યાં.

૩૪૩૨.
ખરું બોલનારો ગયો જેલમાં ને
ઠગો મંચ પર, ને ગળે ફૂલહારો.

૩૪૩૩.
ગઝલના નગરમાં ઘણા છે મુસાફર,
પરાગે ય ભમતો હવા જેમ ત્યાં તો.

૩૪૩૪.
ભલે દીવડો હો જરા જેવડો પણ,
અમાસે ય એ સૂર્યનો ભાઈ લાગે.

૩૪૩૫.
હતી દોર મારી, હવા પણ હતી, પણ
કપાયો, પછી તો પડોશી ઉઠાવે.

૩૪૩૬.
નથી બાગ મારો, નથી ડાળ મારી,
પરાગે ઉછીની જ મ્હેકો વહેંચી.

૩૪૩૭.
ગયાં સાઠ વરસો, હજી હાથ ઝાલ્યો,
ઝઘડતાં ઘણું, તોય છૂટ્યો ન એ તો.

૩૪૩૮.
મટી ગ્યો જરા, ત્યાં ખુદા સાવ પાસે,
હતો ‘હું’ જ પડદો અમારી વચાળે.

૩૪૩૯.
જમા ને ઉધારે ગયું આયખું સૌ,
ન ખોલ્યું કદી એક દિલનું ય ખાતું.

૩૪૪૦.
ભલે હું ન હોઉં, ગઝલ તો રહેશે,
પરાગે સજાવી હવા આંગણામાં.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૩૩૭૬–૩૪૦૫આગલો લેખ →છૂટા શેર ૩૪૪૧–૩૪૬૫