← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લી રમત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પીપળાની છાયામાં
કૃષ્ણ સૂતા હતા,
પગનો અંગૂઠો
હરણની આંખ જેવો ચમકતો.

પારધીનું તીર
વાગ્યું.

દોડી આવેલા જરાને
કૃષ્ણ હસીને કહે:
‘ગભરાઈશ નહીં.
મેં આખી જિંદગી
સૌને રમાડ્યા,
આજે તેં
મારી સાથે રમત કરી.’

પછી
વાંસળી
બાજુમાં મૂકી,
ને દ્વારિકા
દરિયામાં ઊતરવા લાગી —
જાણે કોઈ વાર્તા
પોતાનું છેલ્લું પાનું
જાતે જ ફેરવતી હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપોષનો તડકોઆગલો લેખ →ઊર્મિલા