← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છાપામાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે ચા, અને સાથે લહૂની ખબર છાપામાં,
બળે છે ગામ, ને ઠંડી ઠરેલી નજર છાપામાં.

તણાયાં ઝૂંપડાં સઘળાં, ગયાં ઢોરાં, ગયાં ખેતર,
હલાવે હાથ હસતા એ, વિમાની સફર છાપામાં.

કિસાનોનો ગળાફાંસો દબાયો સાવ ખૂણામાં,
છપાયું ચાર લીટીમાં, ન તેની અસર છાપામાં.

ભવિષ્યે ‘લાભ’ ભાખ્યો છે, છતાંયે બીકમાં શોધું —
નથી ને આઠમે પાને અમારી કબર છાપામાં?

પરાગે બંધ કીધું આજ છાપું, બાગમાં જોયું:
હજારો ફૂલ ખીલ્યાં, પણ ન એની કદર છાપામાં.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #છાપું #સમાચાર #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Newspaper #MorningNews #Apathy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખબાંકડેઆગલો લેખ →રાધા સૂર થઈ ચાલી