છાંયડાની રમત
બપોરે
ધોમ તડકામાં
રસ્તો બાંધતી એક મજૂરણ
પોતાના બાળકને
લીમડા નીચે
સુવડાવે છે.
સૂરજ
ધીમે ધીમે
ઝાડને ખસેડે છે,
છાંયો ખસે છે,
મા
બાળકને ખસેડે છે.
આખો દિવસ
આ રમત ચાલે છે —
સૂરજ ખસેડે,
છાંયો ખસે,
મા ખસેડે.
સાંજે
ઝાડ થાકી જાય છે,
સૂરજ ઢળી જાય છે,
અને મા
અંધારામાં પણ
બાળકને
થોડું થોડું
ખસેડ્યા કરે છે.
– પરાગ રતનપરા