ચશ્માં
સંગ્રહાલયમાં
કાચની પેટીમાં
ગાંધીજીનાં ચશ્માં મૂક્યાં છે.
ગોળ, પાતળી ફ્રેમ,
એક દાંડી સહેજ વાંકી.
લોકો આવે છે,
પેટી પાસે ઊભા રહી
સેલ્ફી લે છે,
ને આગળ વધી જાય છે.
ચશ્માં
બધું જુએ છે —
કતારમાં ધક્કામુક્કી,
ગેટ પર બે રૂપિયાની રકઝક,
બહાર ફૂટપાથ પર
ઉઘાડા પગે ઊભેલી એક ડોશી.
ચશ્માં તો સાચવી રાખ્યાં છે આપણે,
પૂરેપૂરી સલામતીથી.
ફક્ત
એમાંથી જોવાની
દૃષ્ટિ
ક્યાંક ચોરાઈ ગઈ છે.
– પરાગ રતનપરા