ચકો-ચકી ૨.૦
એક હતો ચકો,
એક હતી ચકી.
ચકો લાવ્યો ચોખાનો દાણો,
ચકી લાવી દાળનો દાણો —
ના, ના.
હવે એવું નથી.
ચકો લાવ્યો ઓટીપી,
ચકીએ મંગાવ્યું ઑનલાઇન
રેડી-ટુ-ઈટ ખીચડી.
ડિલિવરી બૉય આવ્યો,
ચકો ફોનમાં,
ચકી ફોનમાં,
ખીચડી ઠરી ગઈ.
ચકીએ પૂછ્યું:
‘મારી ખીચડી કોણ ખાઈ ગયું?’
ચકો બોલ્યો:
‘કાગડો.’
ચકી હસી:
‘કાગડા હવે ક્યાં છે?
ટાવરો ઊગ્યા,
ઝાડ ગયાં,
ને કાગડા પણ.’
વાર્તા
અહીં પૂરી થાય છે.
કારણ —
હવે વાર્તા કહેનારી
દાદી પણ
વૃદ્ધાશ્રમમાં છે.
– પરાગ રતનપરા