← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાવી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભઈ, સુખનું તો એવું છે ને,
કે એ ચાવી જેવું છે.

સવારે ઑફિસ જતાં
આખું ઘર ફેંદી વળીએ —
ટેબલનાં ખાનાં,
ઓશીકા નીચે,
ચંપલના ઘોડા પાછળ,
ને પત્ની પર ગુસ્સો કરીએ,
ને છોકરાંને ધમકાવીએ,
ને ભગવાનને ય બે વાતો સંભળાવીએ.

પછી
થાકીને બેસી પડીએ
ત્યારે ખબર પડે
કે ચાવી તો
ખિસ્સામાં જ હતી.
આખો વખત.

ભઈ, સુખનું તો એવું છે ને,
કે આપણે જ
ખિસ્સામાં હાથ નાખતા નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપગારઆગલો લેખ →ચોરી ગયા