ચાંદને
રાત આખી આંગણે બેસી મનાવું ચાંદને,
ઓઢણીના છેડલે બાંધી ઝુલાવું ચાંદને.
એ ય ઘાયલ, હું ય ઘાયલ, બેઉ સરખાં એકલાં,
ઘાવ મારા ક્યાં સુધી હું તો બતાવું ચાંદને?
એ અમાસે ક્યાંક ખોવાશે, મને છે જાણ, પણ
કેમ આ તારાભરી રાતે ભુલાવું ચાંદને?
એક બાળક માગતું'તું, ‘મા, મને એ આપ ને!’
થાળ જળનો લઈ હજી પણ હું સજાવું ચાંદને.
એ ય સૂતો છે હવે પરદેશની રાતે, પરાગ,
ફોન પર ફોટો ધરીને ક્યાં જગાવું ચાંદને?
– પરાગ રતનપરા
#ગઝલ #ચાંદ #માતૃત્વ #વિરહ #પરદેશ #પરાગરતનપરા
#GujaratiGhazal #Moon #MothersLonging #ChildAbroad #Separation #ParagRatanpara