ચાદર
સવારે
તું તો ઊઠીને ચાલી ગઈ,
વાળ બાંધતી, ઉતાવળમાં.
પણ ચાદર
હજી ઊઠી નથી.
એની કરચલીઓમાં
તારા પડખાનો નકશો
હજી ગરમ છે;
ઓશીકે
એક વાળ સૂતો છે,
અડધી ઊંઘમાં.
બારીમાંથી તડકો આવીને
પૂછે છે: ‘ગડી વાળું?’
હું ના પાડું છું.
કેટલીક રાતોને
સંકેલીને મૂકી દેવાથી
એ પૂરી થઈ જતી નથી,
બસ, બંધ થઈ જાય છે.
– પરાગ રતનપરા