બુઢાપો
નમેલી કમર ને વિસામો બુઢાપો,
ઘરે સૌ કહે છે: ‘નકામો બુઢાપો.’
હતી દોડધામે જવાની બધીયે,
હવે ખાટલે લે ઉધામો બુઢાપો.
ગયો દીકરો દૂર પરદેશ ચાલી,
હવે ફોન પર લે પ્રણામો બુઢાપો.
ભુલાયાં બધાં: નામ, ચશ્માં, દવાઓ,
છતાં સાંભરે બાળ-ગામો બુઢાપો.
પરાગે ધરી શ્વાસની પોટલી, ને
હવે દ્વારકાએ સુદામો બુઢાપો.
– પરાગ રતનપરા
#ગઝલ #બુઢાપો #વૃદ્ધત્વ #એકલતા #સુદામા #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #Loneliness #Elderly #Grace #ParagRatanpara