← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બોરડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાનપણમાં
બોર વીણવા જતા.
બોરડીના કાંટા વાગતા,
આંગળીએ લોહીનું ટીપું ફૂટતું,
ને બોર
વધારે મીઠાં લાગતાં.

હવે
સુપરમાર્કેટમાં
બોર મળે છે —
ધોયેલાં,
ચમકતાં,
પૅક કરેલાં,
કાંટા વિનાનાં.

ખબર નહીં કેમ,
આખા પૅકેટમાં
એક પણ બોરમાં
પેલા લોહીના ટીપાની
મીઠાશ નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખચાલશેઆગલો લેખ →જમુના વહે