← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બોગદું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બોગદામાં
ટ્રેન પ્રવેશે
ત્યારે
ડબ્બામાં સૌના ફોન
એકસાથે
ચૂપ થઈ જાય છે.

થોડી ક્ષણ
અંધારું,
ને પૈડાંનો અવાજ.

પહેલી વાર
બાજુવાળો મુસાફર
મારી સામે જુએ છે,
હું એની સામે.

બોગદું પૂરું થાય,
અજવાળું આવે,
નેટવર્ક આવે —

ને અમે બંને
ફરી
અજાણ્યા થઈ જઈએ છીએ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછેલ્લો ફુગ્ગોઆગલો લેખ →બસ છે મને