← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભોળાભાઈની ત્રણ છબી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

(૧)
ભોળાભાઈ
સવારે છાપું વાંચે,
દરેક સમાચારે
‘હરિ હરિ’ કરે,
ને પછી
ગાયને રોટલી દેવા ઊઠે.

(૨)
બપોરે
ઓટલે બેસી
આખા ગામનો ન્યાય કરે,
પણ પોતાના દીકરાને
‘બેટા, તને ઠીક લાગે એમ કર’
એટલું જ કહે.

(૩)
રાતે
ઘરનાં સૌ સૂઈ જાય પછી
ફાનસ લઈને
ત્રણ વાર તાળું તપાસે,
ને ચોથી વાર
આકાશ સામે જોઈ
કહે:
‘તું ય સાચવજે, હોં!’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆ ક્ષણેઆગલો લેખ →માટીનો પ્યાલો