← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભોળા શંભુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભોળા રે શંભુ, તારું ડમરુ ડમડમ વાગે,
ગંગા ઝીલે જટામાં, ને આખું જગ જાગે.

ઝેર પીધું તેં હસતાં હસતાં, નીલો પડ્યો કંઠ,
અમે અમૃત માગ્યું ત્યારે, તેં ન કીધો ઘમંડ;
દુઃખ સૌનું તું ઓઢી લેતો, સુખ વહેંચે સૌ આગે…
ભોળા રે શંભુ…

ભસ્મ ચોળી તેં અંગે અંગે, સ્મશાને તારો વાસ,
મહેલ માગ્યો નહીં કદી તેં, ના માગ્યો કંઈ ખાસ;
એક બીલીનું પાન ધરું ને તું ન કશુંયે માગે…
ભોળા રે શંભુ…

પરાગ કહે: શિવ ભીતર બેઠો, ના જા કાશી-કૈલાસ,
અહંકારનું ઝેર ગળે તો કંઠે ઊગે ઉજાસ;
જે ક્ષણ ‘હું’ બળીને રાખ થયો, એ ક્ષણ શંકર જાગે…
ભોળા રે શંભુ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆવીશ હુંઆગલો લેખ →રણની પનિહારી