← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રણની પનિહારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રણની વચ્ચે
એક સ્ત્રી
માથે ત્રણ બેડાં મૂકી
છ ગાઉ ચાલે છે.

પગ નીચે
રેતી સળગે,
માથે સૂરજ,
ને છાતીમાં
ઘરે તરસ્યાં બેઠેલાં ત્રણ છોકરાંનાં મોં.

ગામમાં ભાષણ થયું —
‘હર ઘર જળ!’
તાળીઓ પડી.

એ સ્ત્રી
તાળી ન પાડી શકી —
બંને હાથ
બેડાં સાચવવામાં
રોકાયેલા હતા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભોળા શંભુઆગલો લેખ →નવું વરસ