← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીનું નથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સ્ક્રીન પર સૌ સાથ બેઠા, વાતમાં ભીનું નથી,
ચાંદની ઝળહળ છતાં આ રાતમાં ભીનું નથી.

આંસુઓ સૂકાં થયાં, ને સાવ કોરી આંખ છે,
કોણ જાણે શું થયું, આ જાતમાં ભીનું નથી.

ઢોલ ને ડીજે ઘણા, ને ખર્ચ લાખોનો થયો,
તોય ભેટી કોઈ ના, બારાતમાં ભીનું નથી.

શોકની બેઠક, અને સૌ ફોનમાં ખોવાય છે,
મોત જેવા આકરા આઘાતમાં ભીનું નથી.

ફૂલ કાગળનાં સજાવ્યાં, મ્હેક પણ છાંટી ‘પરાગ’,
તોય અસલી ક્યાં કશું? સોગાતમાં ભીનું નથી.

– પરાગ રતનપરા

#ગઝલ #સંવેદના #કોરીઆંખ #આધુનિકજીવન #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #LostFeelings #DryEyes #ModernLife #Satire #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખદરિયાનો ખારવોઆગલો લેખ →માડી