ભીડમાં
લાખ મુખ ને લાખ મ્હોરાં, આપ ખોયો ભીડમાં,
કોણ સાચું, કોણ ખોટું, એ જ રોયો ભીડમાં.
ચીસ પાડી એક બાળક માત શોધે મેળમાં,
હું જ એ બાળક હતો, ઈશ્વર ન જોયો ભીડમાં.
કુંભના મેળે ગયા ને લાખ સાથે ડૂબકી,
તન ભલે ધોયું, ન મનનો મેલ ધોયો ભીડમાં.
મંચ પર નેતા હતા, ને ભાષણો લાંબાં હતાં,
જૂઠને સૌ વાહ દઈ, એ જૂઠ સોહ્યો ભીડમાં.
આખરે એકાંતમાં બેઠો ‘પરાગે’ જ્યાં ઘડી,
‘હું’ મને પાછો મળે, જે આમ મોહ્યો ભીડમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ભીડ #ઓળખ #એકાંત #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Crowd #Identity #Solitude #FindingSelf #ParagRatanpara