← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભરોસે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચડે શ્વાસ પર્વત દુઆના ભરોસે,
અને દીપ ઝળહળ હવાના ભરોસે.

દુઆ મા તણી, ને તબીબો કહે છે:
‘થયા ઠીક મારી દવાના ભરોસે.’

ભલે એકલા, પણ હૃદયના ઇશારે,
નથી ચાલતા આ જમાના ભરોસે.

ન આવ્યા તમે, તોય દીવો કરું છું,
રહું છું તમારા બહાના ભરોસે.

પરાગે હવાને ધરી છે ગઝલ, ને
ઉડે મ્હેક એના તરાના ભરોસે.

– પરાગ રતનપરા

#ગઝલ #શ્રદ્ધા #દુઆ #ભરોસો #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Faith #MothersPrayer #Trust #Waiting #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઝાંપોઆગલો લેખ →નાનું પડે