← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાગીદારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી પાસે
એક રોટલો હતો,
તારી પાસે
એક ડુંગળી.

આપણે
અડધું અડધું કર્યું.

હવે મારી પાસે
અડધો રોટલો ને અડધી ડુંગળી,
તારી પાસે પણ.

ગણિતના માસ્તર કહેશે:
કશું વધ્યું નથી.

પણ એ સાંજે
આપણે બંને
પહેલી વાર
પેટ ભરીને
હસ્યા હતા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદુનિયાદારીઆગલો લેખ →દાદીમાની વાર્તા