← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દાદીમાની વાર્તા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદીમા કહે વાર્તા, ને આભમાં તારા ઝબકે,
રાજાની કુંવરીની વાતે આંખો ધીમે ઝબકે.

એક હતો રાજા, ને એક હતી રાણી,
સાત સમંદર પાર, પરીઓની વાણી;
ઘોડો દોડે વાદળ ઉપર, તલવાર ચમચમ ચમકે…
દાદીમા કહે વાર્તા…

ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગ,
ખીચડી રાંધી, ચકો ખાઈ ગ્યો, ચકીએ કર્યો જંગ;
ખડખડ હસતાં અમે, ને દાદીનું ઘડપણ મલકે…
દાદીમા કહે વાર્તા…

પરાગ કહે: આ મોબાઇલમાં વાર્તા ક્યાં છે એવી?
ખોળો ક્યાં ને હાથ ક્યાં, ને વહાલની ક્યાં લેવી-દેવી?
દાદી ગઈ, ને વાર્તા એની હજી હૈયે ટમકે…
દાદીમા કહે વાર્તા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભાગીદારીઆગલો લેખ →આ નભ નમ્યું તે શ્યામ