બે મિત્રો
એક મિત્ર
મારી દરેક વાતમાં
‘હા’ કહેતો.
બીજો
દરેક વાતમાં
‘પણ…’ કહેતો.
પહેલાની સાથે
સાંજો મીઠી જતી,
બીજાની સાથે
રાતો લાંબી.
વર્ષો વીત્યાં.
પહેલો
હવે માત્ર
જન્મદિવસે ‘હૅપ્પી બર્થ ડે’ લખે છે.
બીજો
હજી પણ
મારા દરેક નિર્ણય પહેલાં
ફોન કરીને
‘પણ…’ કહે છે.
આજે સમજાય છે:
મિત્રતા
‘હા’માં નહીં,
એ ‘પણ’માં
ટકી રહે છે.
– પરાગ રતનપરા