← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બે કપ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાળીસ વરસથી
રોજ સવારે
એ બે કપ ચા બનાવતી —
એક એનો,
એક મારો.

હવે
એ નથી.

પણ મારાથી
એક કપ ચા
બનતી જ નથી.
હાથ આપોઆપ
બીજો કપ ઉપાડી લે છે.

હું બેઉ કપ
ટેબલ પર મૂકું છું.
એક પીઉં છું,
ને બીજો
ધીમે ધીમે ઠરતો જાય છે —
જાણે
કોઈ રાહ જોઈને
થાકી ગયું હોય.

સાંજે
એ ઠરેલો કપ
હું તુલસીના ક્યારામાં
ઢોળી દઉં છું.

તુલસી
આજકાલ
બહુ લીલી રહે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆ હુંપણુંઆગલો લેખ →હથેળીમાં