← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બે ચહેરા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સ્ટેશનના પ્લેટફૉર્મ પર
બે ચહેરા.

એક ટ્રેનની બારીમાં,
એક બહાર.

ન હાથ હલ્યા,
ન હોઠ.

ટ્રેન ચાલી.
બારીનો ચહેરો
ધીમે ધીમે
નાનો થતો ગયો.

બહારનો ચહેરો
ત્યાં જ ઊભો રહ્યો,
ત્યાં સુધી,
જ્યાં સુધી
પાટા
ખાલી ન થયા.

પછી
એ પણ ચાલ્યો —
ઊંધી દિશામાં,
પણ એનો પડછાયો
હજી
ટ્રેનની દિશામાં જ
લંબાતો હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆભમાંઆગલો લેખ →તારે શરણ