← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારે શરણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીડથી થાકી, હવે હું ભાગતો તારે શરણ,
રાતભર તારા ભજનમાં જાગતો તારે શરણ.

થાળ સોનાનો નથી, ના ફૂલ કે ના નાળિયેર,
આંસુ લઈ ઊભો અહીં, શું માગતો તારે શરણ?

વિશ્વ આખું જીતનારો ગર્વથી ફરતો હતો,
એ જ આજે બાળ જેવો લાગતો તારે શરણ.

શંખ, ઘંટા, ઝાલરોનો નાદ ગાજે છે ભલે,
હું ય ધીમો એકતારો વાગતો તારે શરણ.

પાંખડી ખરતાં પરાગે એટલું જાણ્યું, પ્રભો,
જે બચે, એ સર્વ પણ હું ત્યાગતો તારે શરણ.

– પરાગ રતનપરા

#ગઝલ #ભક્તિ #શરણાગતિ #પ્રાર્થના #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Devotion #Surrender #Prayer #Spirituality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબે ચહેરાઆગલો લેખ →ક્યાં છે કાના?