બે આંગણાં
એક જ આંગણું હતું.
વચ્ચે
તુલસીક્યારો,
એક બાજુ
દાદાનો ખાટલો,
બીજી બાજુ
ચાચાજાનનો હુક્કો.
પછી
કોઈએ
નકશા પર
પેન્સિલથી
એક લીટી દોરી.
લીટી
આંગણાની વચ્ચેથી
પસાર થઈ.
હવે
બે આંગણાં છે.
તુલસી
આ બાજુ રહી ગઈ,
હુક્કો
પેલી બાજુ.
ને દાદાનો ખાટલો
હજી
રોજ સાંજે
લીટી તરફ
મોં કરીને
પડ્યો રહે છે —
જાણે
ચાચાજાન
હમણાં
દેવતા માગવા
આવશે.
– પરાગ રતનપરા