← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બસ સ્ટેન્ડનો પાગલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બસ સ્ટેન્ડ પર
એક પાગલ
દરેક બસને સલામ કરે છે —
લાલ, પીળી, ભાંગલી, નવી,
દરેકને.

લોકો હસે છે.
કંડક્ટર સીટી મારે છે.
છોકરાં કાંકરા ફેંકે છે.

એક દિવસ મેં પૂછ્યું:
‘કાકા, કોને સલામ?’

એ બોલ્યો:
‘વીસ વરસ પહેલાં
આમાંની કોઈ એક બસમાં
મારી દીકરી
શહેર ભણવા ગઈ’તી.
ખબર નથી, કઈ પાછી લાવશે —
એટલે બધીને…’

હવે
હું પણ
બસ આવે ત્યારે
માથું થોડું
નમાવી દઉં છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસરખા થયાઆગલો લેખ →ભીની સાંજ