બરણી
દાદીની અથાણાની બરણીમાં
તિરાડ પડી હતી.
દાદાએ કહ્યું: ‘નવી લઈ આવીએ.’
દાદીએ કપડાનો કટકો બાંધ્યો,
ઉપર દોરી વીંટાળી,
ને બરણી પાછી માળિયે.
ત્રીસ ઉનાળા
એ જ બરણીમાં
કેરી આથી,
ગુંદા આથ્યા,
ને આખું ઘર
ખટમીઠું રહ્યું.
આજે અમારા રસોડામાં
કાચના ચમકતા ડબ્બા છે.
તિરાડ પડે
તો ફેંકી દઈએ છીએ —
ડબ્બા પણ,
ને ક્યારેક
સંબંધ પણ.
– પરાગ રતનપરા