← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બપોરે પડછાયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે
મારો પડછાયો
મારાથી લાંબો હતો —
આગળ આગળ ચાલતો,
જાણે રસ્તો બતાવતો હોય.

સાંજે પણ લાંબો થશે,
પાછળ પાછળ ઢસડાતો,
જાણે થાકેલો નોકર.

પણ બરાબર બપોરે,
જ્યારે સૂરજ
માથા પર આવીને
સીધો મારી આંખમાં જુએ છે,
ત્યારે એ
મારા જ પગ નીચે
લપાઈ જાય છે.

સત્યના તાપમાં
પડછાયો
આગળ પણ નથી હોતો,
પાછળ પણ નહીં —
બસ, પગ નીચે
સંતાયેલો હોય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમાટી થઈને રહેવુંઆગલો લેખ →વ્હાલ