← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બહારનું ચોમાસું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એણે અંબોડો છોડ્યો
ને ઓરડામાં
ચોમાસું બેસી ગયું.

વાળમાંથી નીતરતી
મોગરાની ગંધ,
કાજળની રેખામાં ઊગેલી
વીજળીની એક પાતળી તિરાડ,
ને બંગડીઓના રણકારમાં
પહેલાં ટીપાંનો ટપકાર.

હું બારી બંધ કરવા ઊઠ્યો —
એ હસી:
‘હવે કયું ચોમાસું રોકીશ?
બહારનું, કે આ?’

ને મેં જોયું,
બારીની બહાર તો
આકાશ
સાવ કોરું હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપનિહારીઆગલો લેખ →પરસેવાનું ગીત