પરસેવાનું ગીત
પરસેવે જે ધરતી સીંચે, એનાં ખેતર લહેરાય રે,
વાતો કરતાં વાદળ જેવાં, વરસ્યા વિના વહી જાય રે.
હળ હાંકે જે, બળદ સાથે ગાતો ગાતો હાલે,
એના ઘરમાં દાણા, ભાઈ, ભલે ઓછું બોલે-ચાલે;
ભાષણ કરનારાના ભંડાર તો સૂના રહી જાય રે…
પરસેવે જે…
કીડી નાની, ભાર ઉપાડે પોતાથી દસ ગણો,
મધમાખી ફૂલે ફૂલે ફરતી, મધપૂડો ભરે ઘણો;
આળસુ બેઠો ભાગ્ય ભરોસે, હાથ ઘસતો જાય રે…
પરસેવે જે…
પરાગ કહે: ફૂલ ખીલે છે પોતે, કોઈ ન જોતું,
ભમરો આવે, મધ લઈ જાય, ફૂલ ન ગણતું ખોટું;
જે મથે, એને જ મળે, બાકી જીવતર એળે જાય રે…
પરસેવે જે…
– પરાગ રતનપરા