બાપુનો ઠાઠ
કાંગરા તૂટ્યા છતાં છે એ જ જૂનો ઠાઠ, બાપુ,
મૂછને તો તાવ દે છે, હો ભલે ને સાઠ, બાપુ.
કાટ ખાતી ભીંત પર તલવાર લટકે છે હજી,
માખ મારીને કરે છે વીરતાનો પાઠ, બાપુ.
ઘોડલો વેચાઈ ગ્યો, સ્કૂટર ઉપર બેસી કહે,
‘ચાલ ચેતક!’ ને પછી ધક્કા ય મારે આઠ, બાપુ.
દાદરે ચડતાં ચડે છે હાંફ, તો પણ જો જરા,
ચાલતા છાતી ફુલાવી, જેમ અક્કડ કાઠ, બાપુ.
આ પરાગે પ્રશ્ન કીધો, ‘રાજ ક્યાં?’ તો એ કહે,
‘છે હૃદયમાં!’ ને હૃદયમાં છે અહંની ગાંઠ, બાપુ.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #વ્યંગ #બાપુ #દરબારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #FeudalPride #FadedGlory #Satire #ParagRatanpara