બાનાં ચશ્માં
બાનાં ચશ્માં
હજી
રસોડાની પાળી પર પડ્યાં છે,
જ્યાં એ છેલ્લે
દાળ વીણતાં હતાં.
એક કાચ પર
લોટનો ઝીણો ડાઘ,
એક દાંડી
દોરીથી બાંધેલી.
કોઈએ કહ્યું:
‘આ હવે કોઈ કામનાં નથી.’
મેં પહેર્યાં.
બધું ધૂંધળું દેખાયું —
રસોડું, બારી, આંગણું.
પણ
પહેલી વાર
મને દેખાયું
કે બા
આ ધૂંધળી દુનિયામાં પણ
અમને
કેટલું ચોખ્ખું જોતી હતી.
– પરાગ રતનપરા