← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાના સાડલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓગળેલી ચૂલની છે વાસ બાના સાડલે,
બાળકોના ઊંઘતા સૌ શ્વાસ બાના સાડલે.

નોરતાંમાં ઘૂમતી’તી રાતભર ગરબે સદા,
આજ પણ ઘૂમ્યા કરે એ રાસ બાના સાડલે.

શીશ પર બોજો, પગે માટી, પસીનો ભાલ પર,
ખેતરેથી લાવતી’તી ઘાસ બાના સાડલે.

એક ઝૂડો, બે’ક સિક્કા, ને દવાની ચબરખી,
સાચવી’તી ગાંઠ વાળી ખાસ બાના સાડલે.

આ ‘પરાગે’ સૌ બગીચે ફૂલ સૂંઘ્યાં, તોય છે
મ્હેકવાની એક બાકી પ્યાસ બાના સાડલે.

– પરાગ રતનપરા

#ગઝલ #મા #માનોસાડલો #મમતા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #MothersSaree #Fragrance #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકંકોતરીઆગલો લેખ →પનિહારી