← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કંકોતરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કંકુ ઘોળીને કંકોતરી લખું, ધ્રૂજે રે મારો હાથ,
લખતાં લખતાં લાગે, દીકરી, છૂટે તારો સાથ.

પહેલો અક્ષર ગણેશનો લખ્યો, બીજે તારું નામ,
ત્રીજે અક્ષરે આંખ ભરાઈ, અટકી ગયું કામ;
શાહી સાથે આંસુ ભળ્યું, ને ભીનો થયો ભાત…
કંકુ ઘોળીને…

ગામ આખાને નોતરું દેવું, દેવું સગાં ને વહાલાં,
પણ કોને કહું કે ઘર થાશે સૂનું, આંગણાં ખાલાં?
તારી વિદાયની તારીખ લખું, ને થીજી જાય રાત…
કંકુ ઘોળીને…

પરાગ કહે: આ કંકોતરીમાં લખ્યું નથી જે ખાસ,
બાપનું હૈયું, માડીનો સાદ, ને ભાઈની ભીની આશ;
વાંચનારા વાંચે અક્ષર, બાપ વાંચે વિદાયની વાત…
કંકુ ઘોળીને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખએટલું દેજેઆગલો લેખ →બાના સાડલે